સિરાજે હૈદરાબાદમાં લૉન્ચ કરી વર્લ્ડ કપ વિજેતા ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણીની આત્મકથા

13 August, 2025 07:00 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદમાં અભ્યાસ કર્યો હોવાથી ચેન્નઈના સૈયદ કિરમાણીની આ શહેર સાથેની ખાસ લાગણી હોવાથી એને અહીં પણ લૉન્ચ કરવામાં આવી હતી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મોહિન્દર અમરનાથનો હાથ પકડીને વાત કરી રહ્યો હતો ત્યારે તેમની સાથે સૈયદ કિરમાણી અને મોહમ્મદ અઝહરુદ્દીન પણ જોવા મળ્યા હતા.

રવિવારે રાતે હૈદરાબાદમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા વિકેટકીપર સૈયદ કિરમાણીની આત્મકથા ‘સ્ટમ્પ્ડ : લાઇફ બિહાઇન્ડ ઍન્ડ બિયૉન્ડ ધ ટ્વેન્ટી-ટૂ યાર્ડ્‌સ’નું વિમોચન કર્યું. આ ઇવેન્ટમાં ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મોહિન્દર અમરનાથ અને ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ હાજરી આપી હતી.

ડિસેમ્બર ૨૦૨૪માં પહેલી વાર આ બુકને બૅન્ગલોરમાં લૉન્ચ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં અભ્યાસ કર્યો હોવાથી ચેન્નઈના સૈયદ કિરમાણીની આ શહેર સાથેની ખાસ લાગણી હોવાથી એને અહીં પણ લૉન્ચ કરવામાં આવી હતી. સિરાજે આ ઇવેન્ટમાં કિરમાણીને પ્રેરણાસ્ત્રોત ગણાવીને કહ્યું કે ‘સર, જ્યારે તમે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે અમે જન્મ્યા પણ નહોતા. મેં ઘણા પ્લેયર્સ પાસેથી સાંભળ્યું છે કે સ્ટમ્પ્સની પાછળ તમારી પ્રતિક્રિયાઓ અસાધારણ હતી. ભારતીય ક્રિકેટ ટીમ માટે શક્ય એટલું બધું કરવા બદલ તમારો ખૂબ-ખૂબ આભાર.’

મોહમ્મદ સિરાજે ઘરમાં માત્ર કિંગ કોહલીની નહીં, હિટમૅનની ટેસ્ટ-જર્સી પણ ફ્રેમ કરાવી છે


ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના ઘરની અંદરનો વધુ એક ફોટો વાઇરલ થયો છે. સિરાજના મિત્ર સાથેના આ ફોટોમાં ઘરની દીવાલ પર વિરાટ કોહલી સાથે રોહિત શર્માની જર્સી પણ શોભી રહી છે. કિંગ કોહલીની જેમ તેણે હિટમૅનની ટેસ્ટ-જર્સી પણ ફ્રેમ કરાવી છે. રોહિતના ઑટોગ્રાફવાળી આ જર્સી મેલબર્ન ટેસ્ટ-મૅચની હોય એવી શક્યતા છે, કારણ કે ટેસ્ટ-નિવૃત્તિને કારણે એ તેની અંતિમ ટેસ્ટ-મૅચ સાબિત થઈ હતી.

mohammed siraj world cup hyderabad indian cricket team cricket news sports news sports