13 December, 2025 09:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈને હરાવ્યા બાદ સિરાજે દેખાડી દરિયાદિલી
પુણેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની સુપર લીગ રાઉન્ડની પહેલી જ મૅચમાં મુંબઈએ હૈદરાબાદ સામે ૯ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ૧૮.૫ ઓવરમાં ૧૩૧ રન કરીને સમેટાઈ ગયું હતું. ઓપનર્સ તન્મય અગ્રવાલના ૭૫ રન અને અમન રાવના બાવન રનના આધારે હૈદરાબાદે ૧૧.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
હૈદરાબાદનો મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ૩.૫ ઓવરના સ્પેલમાં ૧૭ રન આપીને ત્રણ વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. જોકે તેણે મૅચ બાદ ઓપનર તન્મય અગ્રવાલ સાથે ૫૦,૦૦૦ રૂપિયાની પ્રાઇઝ-મનીનો ચેક શૅર કર્યો હતો. આ T20 ટુર્નામેન્ટની વર્તમાન સીઝનમાં મોહમ્મદ સિરાજની આ પહેલી જ મૅચ હતી.