✕

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીના સુપર લીગ રાઉન્ડમાં મુંબઈની ટીમ આંધ્ર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન સામે ટકરાશે

28 November, 2026 02:15 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

૩૦ નવેમ્બરથી ૪ ડિસેમ્બર વચ્ચે દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમો સામે એક-એક મૅચ રમશે. બન્ને ગ્રુપની ટૉપ ટીમ વચ્ચે ૬ ડિસેમ્બરે ફાઇનલ મૅચ રમાશે.

ફૅન્સ સાથે સેલ્ફી લેતો મુંબઈનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની વર્તમાન સીઝનમાં ૪ એલીટ ગ્રુપની ૩૨ ટીમોમાંથી ૮ ટીમ સુપર લીગ રાઉન્ડમાં પહોંચી છે. ૮ ટીમોને A અને B એમ બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. ૩૦ નવેમ્બરથી ૪ ડિસેમ્બર વચ્ચે દરેક ટીમ પોતાના ગ્રુપની ટીમો સામે એક-એક મૅચ રમશે. બન્ને ગ્રુપની ટૉપ ટીમ વચ્ચે ૬ ડિસેમ્બરે ફાઇનલ મૅચ રમાશે.

ગ્રુપ Aમાં બરોડા, દિલ્હી, કેરલમ, વિદર્ભને સ્થાન મળ્યું છે; જ્યારે ગ્રુપ Bમાં આંધ્ર પ્રદેશ, મુંબઈ, પંજાબ, રાજસ્થાનને એન્ટ્રી મળી છે. આ તમામ ટીમો વચ્ચે માત્ર મુંબઈ અને વિદર્ભની ટીમ ગ્રુપ-સ્ટેજ રાઉન્ડમાં અજેય રહી હતી. બન્ને વચ્ચેની ૨૦ નવેમ્બરની ગ્રુપ Dની મૅચ વરસાદને કારણે રદ્દ રહી હતી.નાગપુરમાં મુંબઈની ટીમ ૩૦ નવેમ્બરે આંધ્ર પ્રદેશ, બે ડિસેમ્બરે પંજાબ અને ૪ ડિસેમ્બરે રાજસ્થાન સામે રમશે. અહેવાલો અનુસાર T20 કૅપ્ટન શ્રેયસ ઐયર પણ સૂર્યા ઍન્ડ કંપની સાથે જોડાઈ શકે છે.

mumbai syed mushtaq ali trophy andhra pradesh punjab rajasthan nagpur indian cricket team cricket news sports sports news