06 November, 2025 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતીય મહિલા ટીમને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર મુંબઈકર કોચ અમોલ મુઝુમદારનું મૅચના દિવસે ઘરે પહોંચ્યા બાદ ભવ્ય સ્વાગત થયું હતું. મુઝુમદાર વિલે પાર્લેના તેમના ઘરે પહોંચ્યા ત્યારે પાડોશની મહિલાઓએ બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર બૅટ ઊંચું કરીને અને તેમના પર ફૂલોની વર્ષા કરીને શાનદાર સ્વાગત કર્યું હતું. માહોલ એવો બની ગયો હતો જાણે કોઈ રાજા યુદ્ધમાં વિજય મેળવીને રાજ્યમાં પાછો આવ્યો હોય.
જોકે અમોલ એક ખેલાડી તરીકે ક્યારેય ભારતીય ટીમમાં પ્રવેશ નહોતા મેળવી શક્યા, પણ વિમેન્સ ટીમને વર્લ્ડ ચૅમ્પિયન બનાવીને તેઓ ગૅરી કર્સ્ટન અને રાહુલ દ્રવિડ જેવા કોચની હરોળમાં પહોંચી ગયા હતા.