નેપાલ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે પહેલી જ વાર દ્વિપક્ષીય સિરીઝ

14 June, 2025 10:03 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

આગામી સપ્ટેમ્બર મહિનામાં નેપાલ અને વેસ્ટ ઇન્ડીઝની મેન્સ ટીમ વચ્ચે ઐતિહાસિક T20 સિરીઝ રમાશે. આ ત્રણ મૅચની સિરીઝ બન્ને ટીમ વચ્ચેની પહેલવહેલી દ્વિપક્ષીય સિરીઝ બનશે.

ક્રિકેટ અસોસિએશન ઑફ નેપાલે આ પોસ્ટ શૅર કરીને ઐતિહાસિક સિરીઝની જાહેરાત કરી હતી

આગામી સપ્ટેમ્બર મહિનામાં નેપાલ અને વેસ્ટ ઇન્ડીઝની મેન્સ ટીમ વચ્ચે ઐતિહાસિક T20 સિરીઝ રમાશે. આ ત્રણ મૅચની સિરીઝ બન્ને ટીમ વચ્ચેની પહેલવહેલી દ્વિપક્ષીય સિરીઝ બનશે. આ મૅચ ૨૭, ૨૮ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ શારજાહમાં યોજાશે. બન્ને ટીમ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં માત્ર એક વન-ડે મૅચ રમાઈ છે. વર્લ્ડ કપ ક્વૉલિફાયર ૨૦૨૩માં રમાયેલી આ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૦૧ રને જીત નોંધાવી હતી. આ સિરીઝથી નેપાલને આગામી T20 વર્લ્ડ કપ એશિયા ક્વૉલિફાયર પહેલાં પોતાની ક્ષમતા ચકાસવામાં મદદ મળશે.

nepal west indies sharjah dubai united arab emirates world cup t20 world cup cricket news sports news