12 November, 2026 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિરાગે શનિવાર પાંચમી નવેમ્બરે વિરાટના ૩૪મા જન્મદિને તેના નામ અને તેના ચહેરા પર આધારિત હેર-કટ કરાવ્યા હતા
ટી૨૦ વર્લ્ડ કપની ગુરુવારની સેમી ફાઇનલમાં પહોંચી ગયેલા ભારતને ઇંગ્લૅન્ડ સામેના એ મુકાબલામાં તેમ જ પછી રવિવારની ફાઇનલમાં કિંગ કોહલી જિતાડશે એવો આત્મવિશ્વાસ કોહલીના હાલના જબરદસ્ત ફૉર્મને ધ્યાનમાં લેતાં ઘણાને હશે અને મુંબઈના તેના ફૅન ચિરાગ ખિલારેને તો છે જ. ચિરાગે શનિવાર પાંચમી નવેમ્બરે વિરાટના ૩૪મા જન્મદિને તેના નામ અને તેના ચહેરા પર આધારિત હેર-કટ કરાવ્યા હતા.
બાંદરા-વેસ્ટમાં કોહલીના ચાહકોએ ૫૦૦૦ સીઝન બૉલથી તૈયાર કરેલા કોહલીના મ્યુરલે પણ ધૂમ મચાવી છે. કોહલીના કોચ રાજકુમાર શર્મા શનિવારે આ પ્રસંગે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા અને મ્યુરલની નજીક ઊભા રહીને પોઝ આપ્યો હતો. આ ટી૨૦ વર્લ્ડ કપમાં કોહલીના ૨૪૬ રન હાઇએસ્ટ છે. (તસવીર એ.એફ.પી., સૈયદ સમીર અબેદી)