બાબર-અઝહરની જોડીએ ધબડકો અટકાવ્યો

05 December, 2021 01:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમણે ધબડકો અટકાવીને ત્રીજી વિકેટ માટે ૯૧ રનની અણનમ ભાગીદારી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાને ગઈ કાલે ઢાકામાં બંગલા દેશ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટના પ્રારંભિક દિવસે ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ કૅપ્ટન બાબર આઝમ (૬૦ નૉટઆઉટ, ૯૯ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને ભૂતપૂર્વ સુકાની અઝહર અલી (૩૬ નૉટઆઉટ, ૧૧૨ બૉલ, ૪ ફોર)ની જોડીએ બાજી સંભાળી લીધી હતી. તેમણે ધબડકો અટકાવીને ત્રીજી વિકેટ માટે ૯૧ રનની અણનમ ભાગીદારી કરી હતી. એ પહેલાં તૈજુલ ઇસ્લામે પાકિસ્તાનના ૫૯મા અને ૭૦મા રનના સ્કોર પર ઓપનરોની વિકેટ લીધી હતી. પાકિસ્તાને બે વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ પાકિસ્તાને ૮ વિકેટે જીતી લીધી હતી.

sports sports news cricket news test cricket bangladesh pakistan