19 September, 2025 11:14 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
સાવચેતીના ભાગરૂપે તે અમ્પાયરને આરામ આપવામાં આવ્યો હતો
દુબઈમાં બુધવારે મોડી સાંજે યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE) સામે ૪૧ રને વિજય મેળવીને પાકિસ્તાને સુપર-ફોરમાં રવિવારે ભારત સામેની ટક્કર કન્ફર્મ કરી છે. પાકિસ્તાને ફખર ઝમાન (૩૬ બૉલમાં ૫૦ રન)ની ફિફ્ટીના આધારે ૯ વિકેટે ૧૪૬ રન કર્યા હતા, પરંતુ UAEની ટીમ ૧૭.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૧૦૫ રન ફટકારીને માત્ર એક જીત સાથે ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી.
UAEના રનચેઝ સમયે સ્પિનર સૅમ અયુબની છઠ્ઠી ઓવરમાં અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેને પાકિસ્તાની વિકેટકીપર મુહમ્મદ હૅરિસનો એક થ્રો માથામાં કાનના ભાગ પર વાગ્યો હતો. ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા આ અમ્પાયરને મેદાન પરના પ્લેયર્સે અને ત્યાર બાદ મેડિકલ ટીમે મદદ કરી હતી. સાવચેતીના ભાગરૂપે તે અમ્પાયરને આરામ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ આ થ્રોની પ્રશંસા કરીને સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયો હતો.