બાબર અને રિઝવાન વિના પાકિસ્તાન ત્રિકોણીય સિરીઝ અને T20 એશિયા કપ 2025 રમશે

19 August, 2025 07:02 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

૨૦૨૨થી T20 ઇન્ટરનૅશનલમાં રિઝવાનનો સ્ટ્રાઇકરેટ ૧૨૨.૨૬ અને બાબરનો ૧૨૭.૩૪ છે જે ટેસ્ટ-ફૉર્મેટ રમતા દેશોના ઓપનરોમાં સૌથી ઓછો છે.

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાન મેન્સ ક્રિકેટ ટીમ ૨૯ ઑગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમ્યાન ત્રિકોણીય સિરીઝ અને ત્યાર બાદ ૯ સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 રમશે. આ બન્ને T20 ફૉર્મેટની સિરીઝ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ૧૭ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી છે. રેગ્યુલર કૅપ્ટન સલમાન અલી આગાના નેતૃત્વ હેઠળની આ સ્ક્વૉડમાં સિનિયર પ્લેયર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને સ્થાન મળ્યું નથી.

૨૦૨૨થી T20 ઇન્ટરનૅશનલમાં રિઝવાનનો સ્ટ્રાઇકરેટ ૧૨૨.૨૬ અને બાબરનો ૧૨૭.૩૪ છે જે ટેસ્ટ-ફૉર્મેટ રમતા દેશોના ઓપનરોમાં સૌથી ઓછો છે.

પાકિસ્તાન સ્ક્વૉડ : સલમાન અલી આગા (કૅપ્ટન), અબ્રાર અહમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હૅરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસેન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હૅરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી, સુફિયાન મોકીમ

pakistan t20 asia cup 2025 babar azam asia cup cricket news sports news sports t20