19 November, 2025 08:48 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
બાબર આઝમ
શ્રીલંકા સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં હાઇએસ્ટ ૧૬૫ રન કરનાર પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમને ICCએ દંડિત કર્યો છે. સ્ટાર બૅટ્સમૅન બાબર આઝમને રાવલપિંડીમાં ત્રીજી વન-ડેમાં આઉટ થયા બાદ બૅટથી સ્ટમ્પ પર મારવા બદલ મૅચ-ફીના ૧૦ ટકા દંડ અને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે.
૨૪ મહિનાના સમયગાળામાં તેણે ICC આચારસંહિતાનો પહેલી વખત ભંગ કર્યો છે. બીજી વન-ડેમાં સદી ફટકાર્યા બાદ તે ત્રીજી મૅચમાં બાવન બૉલમાં ૩૪ રન કરીને બોલ્ડ થયો હતો. તેણે ક્રીઝ છોડતાં પહેલાં બૅટથી સ્ટમ્પને ફટકો માર્યો હતો.