20 October, 2025 06:45 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ જાહેરાત કરી છે કે નવેમ્બરમાં આયોજિત T20 ત્રિકોણીય સિરીઝમાં અફઘાનિસ્તાનનું સ્થાન ઝિમ્બાબ્વે લેશે. પાકિસ્તાનની ઍર સ્ટ્રાઇકને લીધે ૩ લોકલ ક્રિકેટરનો જીવ જતાં અફઘાનિસ્તાને સિરીઝમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. શ્રીલંકા આ સિરીઝની ત્રીજી ટીમ છે.
૧૭ નવેમ્બરે પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટક્કરથી ૭ મૅચની સિરીઝની શરૂઆત થશે. ૨૯ નવેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. પહેલી બે મૅચ રાવલપિંડીમાં અને બાકીની મૅચ લાહોરમાં આયોજિત થઈ છે. આ સિરીઝ આગામી વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટેની તૈયારીના ભાગરૂપે રમાઈ રહી છે.