પાક. સામે સિરીઝ ડ્રૉ કરવા રાવલપિંડીમાં હારનો સિલસિલો તોડવો પડશે સાઉથ આફ્રિકાએ

20 October, 2025 07:30 PM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન આ મેદાન પર ૧૬ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી ૬-૬ હાર અને જીત મળી છે, જ્યારે ૪ મૅચ ડ્રૉ રહી છે. રાવલપિંડીની પિચ પર બૉલ અને બૅટ વચ્ચે બરાબરીની ટક્કર જોવા મળે છે.

સાઉથ આફ્રિકન કૅપ્ટન એઇડન માર્કરમ

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી રાવલપિંડીમાં બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. બે મૅચની સિરીઝમાં પાકિસ્તાન પહેલી મૅચ ૯૩ રને જીતીને ૧-૦થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ડિફેન્ડિંગ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાએ આ સિરીઝ ડ્રૉ કરવા રાવલપિંડીમાં પહેલી ટેસ્ટમાં જીત નોંધાવવી પડશે. 

રાવલપિડીમાં સાઉથ આફ્રિકા ૧૯૯૭થી ૨૦૨૧ દરમ્યાન પાકિસ્તાન સામે માત્ર બે ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી એકમાં હાર મળી હતી અને એક મૅચ ડ્રૉ રહી હતી. પાકિસ્તાન આ મેદાન પર ૧૬ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી ૬-૬ હાર અને જીત મળી છે, જ્યારે ૪ મૅચ ડ્રૉ રહી છે. રાવલપિંડીની પિચ પર બૉલ અને બૅટ વચ્ચે બરાબરીની ટક્કર જોવા મળે છે. આ પિચ બૅટ્સમેનો માટે વધારે મદદગાર છે.

south africa cricket news sports news sports pakistan rawalpindi