શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ સાથેની ત્રિકોણીય વન-ડે સિરીઝની યજમાની કરશે પાકિસ્તાન

21 August, 2026 01:21 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

સતત બીજા વર્ષે પાકિસ્તાન વન-ડે ત્રિકોણીય સિરીઝનું આયોજન કરી રહ્યું છે. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં પાકિસ્તાને ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સાથે ત્રિકોણીય સિરીઝ રમી હતી.

શ્રીલંકાનો કૅપ્ટન કુસલ મેન્ડિસ, પાકિસ્તાની કૅપ્ટન શાહિન આફ્રિદી, ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક

વ્યસ્ત હોમ-સીઝન વચ્ચે પાકિસ્તાન આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ સાથેની ત્રિકોણીય વન-ડે સિરીઝની યજમાની કરશે. શ્રીલંકા અને પાકિસ્તાનની T20 અને ટેસ્ટ-સિરીઝના શેડ્યુલની વચ્ચે આ ત્રિકોણીય સિરીઝ ૧૮થી ૩૧ ઑક્ટોબર દરમ્યાન રાવલપિંડી અને લાહોરમાં યોજાશે.
ત્રિકોણીય સિરીઝમાં દરેક ટીમ એકબીજા સામે બે મૅચ રમશે અને ટૉપ ટૂ ટીમો વચ્ચે ૩૧ ઑક્ટોબરે ગદ્દાફી સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ રમાશે. સતત બીજા વર્ષે પાકિસ્તાન વન-ડે ત્રિકોણીય સિરીઝનું આયોજન કરી રહ્યું છે. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં પાકિસ્તાને ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સાથે ત્રિકોણીય સિરીઝ રમી હતી.  

pakistan cricket news sri lanka england sports news sports