12 March, 2026 11:42 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
નાહિદ રાણાએ પાંચ વિકેટ સાથે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી
યજમાન બંગલાદેશે T20 વર્લ્ડ કપમાં ન રમી શકવાનો ગુસ્સો પહેલી જ મૅચમાં પાકિસ્તાન સામે કચકચાવીને કાઢ્યો છે. પાકિસ્તાને બંગલાદેશને ભારતમાં રમવા ન જવા ઉશ્કેર્યું હતું અને એમાં તેઓ નકામા ફસાઈ ગયા હતા. એ તેમને મોડે-મોડે સમજાયું હતું ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. જોકે ગઈ કાલે ૩ વન-ડે સિરીઝની પ્રથમ વન-ડેમાં બંગલાદેશે પાકિસ્તાનને ખૂબ જ ભૂંડી રીત હરાવીને બદલો લઈ લીધો હતો.
બંગલાદેશે પાકિસ્તાનને ૩૦.૪ ઓવરમાં જ તેમની સામેના સૌથી લોએસ્ટ ૧૧૪ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ ૧૧૫ રનનો ટાર્ગેટ માત્ર ૧૫.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. મૅન ઑફ ધ મૅચ બંગલાદેશી પેસ બોલર નાહિદ રાણાએ ૨૪ રનમાં પાંચ વિકેટ લઈને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. હવે સિરીઝની બીજી વન-ડે શુક્રવારે ઢાકામાં રમાશે.