✕

એશિયન ગેમ્સમાં સતત ૧૩ સીઝનથી ભારતનો સેઇલિંગમાં મેડલ જીતવાનો સિલસિલો યથાવત્

02 October, 2026 06:58 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

૧૯૭૦થી ૨૦૨૨ દરમ્યાન ભારત સેઇલિંગમાં એક ગોલ્ડ, ૮ સિલ્વર અને ૧૪ બ્રૉન્ઝ સહિત ૨૩ મેડલ જીત્યું છે.

એશિયન ગેમ્સમાં સતત ૧૩ સીઝનથી ભારતનો સેઇલિંગમાં મેડલ જીતવાનો સિલસિલો યથાવત્

એશિયન ગેમ્સ 2026માં ભારતે ગઈ કાલે પહેલો સેઇલિંગ મેડલ જીતીને સતત ૧૩ સીઝનથી આ ઇવેન્ટમાં ઓછામાં ઓછો એક મેડલ જીતવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. ૧૯૭૦થી ૨૦૨૨ દરમ્યાન ભારત સેઇલિંગમાં એક ગોલ્ડ, ૮ સિલ્વર અને ૧૪ બ્રૉન્ઝ સહિત ૨૩ મેડલ જીત્યું છે. ગઈ કાલે પુરુષોની સ્કિફ સેઇલિંગ સ્પર્ધામાં ભારતના પ્રિન્સ નોબલ અને મનુ ફ્રાન્સિસે સિલ્વર મેડલ જીત્યો હતો. ૨૩ પૉઇન્ટના નેટ સ્કોર સાથે આ જોડી ચીન પછી બીજા સ્થાને રહી. પ્રિન્સ અને મનુએ અગાઉ અબુ ધાબીમાં યોજાયેલી એશિયન સેઇલિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

asian games team india sports sports news japan