16 May, 2026 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિચર્ડ ગ્લીસન
IPL 2026ની શરૂઆતથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સાથેની તકરારને કારણે ફાસ્ટ બોલર નુવાન તુષારા ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે જોડાઈ શક્યો નહોતો. બૅન્ગલોરે છેક
લીગ-સ્ટેજના અંતિમ તબક્કામાં ૧.૬૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા નુવાન તુષારાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.
બૅન્ગલોરે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ઇંગ્લિશ ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનને ટીમમાં ૧.૬૦ કરોડ રૂપિયામાં સામેલ કર્યો છે. ૩૮ વર્ષનો આ ફાસ્ટ બોલર ઇંગ્લૅન્ડ માટે ૨૦૨૨માં ૬ T20 મૅચ રમ્યો હતો અને તેણે ૯ વિકેટ લીધી હતી. તે ૨૦૨૪માં ચેન્નઈ માટે બે મૅચ અને ૨૦૨૫માં મુંબઈ માટે ૧ મૅચ રમ્યો હતો. બન્ને ટીમ માટે તેણે એક-એક વિકેટ લીધી હતી.