30 June, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર. અશ્વિન (ફાઇલ તસવીર)
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ભારતીય ટીમની T20 સિરીઝ હાર બાદ મોટું નિવેદન આપ્યું છે. પોતાની યુટ્યુબ ચેનલ પર રવિચન્દ્રન અશ્વિન કહે છે, ‘IPLમાં જેમ ૨૪ કૅરૅટ બૅટિંગ પિચ જોવા મળે છે એવી પિચ ભારતીય ટીમને આયરલૅન્ડમાં નહીં મળી. જોકે અહીં ગુણવત્તાનું ક્રિકેટ રમાયું એનાથી હું ખુશ છું.’
રવિચન્દ્રન અશ્વિને વધુમાં કહ્યું, ‘ભારતીય બૅટિંગ લાઇન-અપના મોટા ભાગના ખેલાડીઓ સીધા IPLમાંથી આવ્યા છે. ઇન્ટરનૅશનલ સ્તરે તેમની ખરી કસોટી ત્યારે થશે જ્યારે તેઓ એવી પિચો પર રમશે જે બૅટિંગ માટે સંપૂર્ણપણે અનુકૂળ નથી. IPLએ ચોક્કસપણે બૅટિંગ લાઇન-અપમાં સુધારો કર્યો છે પરંતુ જ્યારે તેઓ એવી પિચોનો સામનો કરશે જ્યાં બૉલ ટર્ન કરે છે અને બોલરોને મદદ મળે છે ત્યારે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.’