27 November, 2025 10:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના નિવાસસ્થાને મહિલા ક્રિકેટર્સ સાથે શુભેચ્છા મુલાકાત કરી
ગઈ કાલે દિલ્હીના BJPના હેડક્વૉર્ટરમાં બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારતીય ટીમને સન્માનિત કરવામાં આવી હતી. મીનાક્ષી લેખી અને સંબિત પાત્રા સહિતના ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતાઓએ મહિલા ટીમના પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફને પુષ્પ આપીને સન્માનિત કર્યાં હતાં.
એક દિવસ પહેલાં ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટરે પણ વર્લ્ડ કપ ચૅમ્પિયન બ્લાઇન્ડ મહિલા ક્રિકેટર્સ સાથે મુલાકાત કરી હતી.
ગઈ કાલે સાંજે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના નિવાસસ્થાને મહિલા ક્રિકેટર્સ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.