બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર મહાકાલની શરણમાં પહોંચ્યો

22 April, 2026 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્ને હારને કારણે ટીમ જીતની હૅટ-ટ્રિક બે વખત ચૂકી ગઈ હતી. વર્તમાન સીઝનમાં તેણે ૨૧૨.૯૬ના સ્ટ્રાઇક-રેટથી ૬ મૅચમાં ૨૩૦ રન કર્યા છે.

બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર મહાકાલની શરણમાં પહોંચ્યો

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમનો કૅપ્ટન રજત પાટીદાર હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલની શરણમાં પહોંચ્યો હતો. તેણે મંદિરના પ્રાગણમાંથી એક ફોટો શૅર કર્યો હતો જેમાં પીઠની પાછળ તેની જર્સી પર મહાદેવનું શાનદાર ચિત્ર જોવા મળ્યું હતુ. રજત પાટીદારની આગેવાનીમાં બૅન્ગલોરની ટીમ ૬ મૅચમાંથી માત્ર બે જ મૅચ હારી છે. આ બન્ને હારને કારણે ટીમ જીતની હૅટ-ટ્રિક બે વખત ચૂકી ગઈ હતી. વર્તમાન સીઝનમાં તેણે ૨૧૨.૯૬ના સ્ટ્રાઇક-રેટથી ૬ મૅચમાં ૨૩૦ રન કર્યા છે.

rajat patidar IPL 2026 cricket news sports news sports royal challengers bangalore