ઑલરાઉન્ડર શમ્સ મુલાની કુલ ૧૩૨ રન સાથે નવ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઑલરાઉન્ડર
શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં મુંબઈએ ૯૧મી રણજી ટ્રોફી સીઝનની વિજયી શરૂઆત કરી છે. શ્રીનગરમાં ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરને પહેલી મૅચમાં મુંબઈએ ૩૫ રને હરાવ્યું હતું. ગ્રુપ-Dમાં મુંબઈએ ૬ પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં સ્થાન મેળવ્યું છે. ઑલરાઉન્ડર શમ્સ મુલાની કુલ ૧૩૨ રન સાથે નવ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
૩૮૬ અને ૧૮૧ રન કરીને મુંબઈએ ૨૪૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૨૫ રન કરનાર હરીફ ટીમને અંતિમ દિવસે જીત માટે ૨૨૨ રનની જરૂર હતી અને નવ વિકેટ હાથમાં હતી. સ્પિનર શમ્સ મુલાનીએ બીજી ઇનિંગ્સમાં ૪૬ રન આપી ૭ વિકેટ ઝડપીને હરીફ ટીમને ૬૪.૪ ઓવરમાં ૨૦૭ રને ઑલઆઉટ કરી હતી.