31 January, 2026 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધેશ લાડે
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ના અંતિમ રાઉન્ડની મૅચના બીજા દિવસે મુંબઈએ દિલ્હી સામે ૪૫ રનની લીડ મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં દિલ્હીના ૨૨૧-૧૦ના સ્કોર સામે ગઈ કાલે મુંબઈએ ૭૬.૪ ઓવરની રમતમાં ૨૬૬-૫નો સ્કોર કર્યો હતો.
બીજા દિવસની રમતમાં મુંબઈએ બાવીસ ઓવરમાં ૪૪ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મુશીર ખાન અને ઇન-ચાર્જ કૅપ્ટન સિદ્ધેશ લાડે ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. મુશીર ખાને ૧૧૪ બૉલમાં ૫૭ રન ફટકાર્યા હતા. પાંચમા ક્રમે રમીને સિદ્ધેશ લાડે ૧૭૮ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૦૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. વર્તમાન રણજી સીઝનમાં સિદ્ધેશ લાડની આ પાંચમી સદી છે. વર્તમાન સીઝનમાં કોઈ પણ બૅટર દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સદી છે.