મુંબઈના ૬૩૦ રન સામે પૉન્ડિચેરીએ માત્ર ૪૩ રનમાં ચાર વિકેટ ગુમાવી

18 November, 2025 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધેશ લાડ કરીઅરની શ્રેષ્ઠ ૧૭૦ રનની ઇનિંગ્સ રમ્યો

સિદ્ધેશ લાડ

વાનખેડે સ્ટેડિયમમાં પૉન્ડિચેરી સામેની રણજી મૅચમાં મુંબઈએ મજબૂત પકડ બનાવી રાખી છે. મુંબઈએ સિદ્ધેશ લાડ અને આકાશ આનંદની સદીની મદદથી ૧૪૭ ઓવરમાં ચાર વિકેટે ૬૩૦ રન ફટકારીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. કૅપ્ટન શાર્દૂલ ઠાકુરના તરખાટને કારણે પૉન્ડિચેરીએ બીજા દિવસના અંતે ૧૨ ઓવરમાં ૪૩ રનના સ્કોરમાં ચાર વિકેટ ગુમાવી હતી. યજમાન ટીમ પાસે હજી ૫૮૭ રનની વિશાળ લીડ બચી છે.

મુંબઈના સિદ્ધેશ લાડે ૨૮૫ બૉલમાં ૧૯ ફોર અને ચાર સિક્સરની મદદથી ૧૭૦ રનની પોતાના કરીઅરની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. વિકેટકીપર બૅટર આકાશ આનંદે ૧૨૨ બૉલમાં ૮ ફોરની મદદથી ૧૦૭ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. સ્ટાર બૅટર સરફરાઝ ખાન ૧૧૩ બૉલમાં ૬ ફોર અને એક સિક્સરની મદદથી ૬૭ રન બનાવી આઉટ થયો હતો.

કૅપ્ટન શાર્દૂલ ઠાકુરે ૩ ફોર અને ૪ સિક્સરના આધારે ૩૨ બૉલમાં ૫૬ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. મુંબઈના ફાસ્ટ બોલર તરીકે શાર્દૂલે પહેલી ઓવરની બે વિકેટ સહિત ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૩ સફળતા મેળવી હતી.

ranji trophy mumbai puducherry wankhede cricket news sports sports news