05 November, 2025 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ
ટેસ્ટ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે ૧૪ નવેમ્બરથી શરૂ થઈ રહેલી સિરીઝ પહેલાં યશસ્વી જાયસવાલે ૧૭૪ બૉલમાં ૧૫૬ રનની શાનદાર ઇનિંગ્સ રમીને પોતાના ફૉર્મનો પરચો આપી દીધો છે. મુંબઈ વતી રમતાં જાયસવાલે રાજસ્થાન સામેની બીજી ઇનિંગ્સની આ ફટકાબાજી દ્વારા મુંબઈને હારની નામોશીથી બચાવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૬૩ રનથી પાછળ પડ્યા બાદ મુંબઈએ છેલ્લા દિવસે ૩ વિકેટે ૨૬૯ રન બનાવીને મૅચ ડ્રૉ કરાવીને એક પૉઇન્ટ મેળવ્યો હતો. ફર્સ્ટ-ક્લાસ કરીઅરની જાયસવાલની આ ૧૮મી સેન્ચુરી હતી.