01 August, 2026 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિને પણ વન-ડે વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ભુવનેશ્વર કુમારને સામેલ કર્યો
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રવિ શાસ્ત્રી બાદ ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પણ પોતાની ભારતીય વન-ડે વર્લ્ડ કપ સ્ક્વૉડ જાહેર કરી છે. રવિ શાસ્ત્રીની જેમ અશ્વિને પણ પોતાની સ્ક્વૉડમાં અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સામેલ કર્યો હતો.
અશ્વિન કહે છે, ‘શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર તો હોવા જ જોઈએ. વર્લ્ડ કપમાં આપણને ભુવનેશ્વર કુમારની જરૂર પડશે. હું તેની સાથે વાત કરીશ અને તેને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ, વિજય હઝારે ટ્રોફી બધું રમવા માટે આગ્રહ કરીશ.’
૨૦૨૨ પછી ભુવી ભારત માટે એક પણ મૅચ રમ્યો નથી.