રેપ-કેસમાં યશ દયાલની જામીનઅરજી ફગાવી દેવાયા બાદ RCB કરી રહ્યું છે ટીકાનો સામનો

26 December, 2025 11:51 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ક્રિકેટચાહકોએ BCCI અને IPLને વિનંતી કરી તેને સસ્પેન્ડ કરવાની

યશ દયાલ

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના ફાસ્ટ બોલર યશ દયાલની આગોતરા જામીનઅરજી જયપુરની POCSO કોર્ટે સગીર વયની ટીનેજર સાથેના બળાત્કારના કેસમાં ફગાવી દીધી હતી. આ નિર્ણયથી ઑનલાઇન વ્યાપક આક્રોશ ફેલાયો હતો. પ્રયાગરાજમાં જન્મેલો આ ૨૮ વર્ષનો ક્રિકેટર છેલ્લી બે સીઝનથી બૅન્ગલોર માટે શાનદાર પ્રદર્શન કરીને ચમક્યો હતો.

ક્રિકેટ-ફૅન્સ દ્વારા  RCB સમક્ષ તેને તાત્કાલિક ટીમમાંથી દૂર કરવાની માગણી કરવામાં આવી છે. RCBએ છેલ્લી બે સીઝનમાં તેને પાંચ-પાંચ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વર્ષ ૨૦૨૬ની સીઝન માટે પણ RCBએ એટલી રકમમાં તેને ટીમમાં રીટેન કર્યો હતો.

ઘણા ક્રિકેટચાહકોએ BCCI અને IPLને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી યશ દયાલને સસ્પેન્ડ કરવાની વિનંતી કરી હતી. મહિલાઓ સાથેના દુર્વ્યવહારની ફરિયાદ બાદ ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં તેને ઉત્તર પ્રદેશ પ્રીમિયર લીગમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 

yash dayal royal challengers bangalore indian premier league IPL 2026 Rape Case Protection of Children from Sexual Offences Act POCSO jaipur Crime News sports sports news