14 January, 2026 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
RCBનું હોમ ગ્રાઉન્ડ બનવાની રેસમાં જોડાયાં વધુ બે વેન્યુ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં બૅન્ગલોરનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB)ની મૅચની યજમાની કરી શકશે કે નહીં એ વિશે હજી પણ શંકા છે. RCB ટીમ મૅનેજમેન્ટે બૅકઅપ માટે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમને હોમ ગ્રાઉન્ડ બનાવવા માટે વિઝિટ કરી હતી. અહેવાલ અનુસાર RCBના હોમ ગ્રાઉન્ડ બનવાની રેસમાં વધુ બે વેન્યુનાં નામ જોડાયાં છે.
નવી મુંબઈ અને રાયપુરના સ્ટેડિયમને RCBના હોમ ગ્રાઉન્ડ માટે દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. અહેવાલ અનુસાર ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોરની ટીમ આ બન્ને સ્ટેડિયમમાં રમી શકે છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પાંચ હોમ મૅચનું અને છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બાકીની બે મૅચનું આયોજન કરવામાં આવશે.