RCB Victory Watch Video: ઉજવણી હોય તો આવી હોય નહિંતર ન હોય, આંસુ, ખુશી અને ડાન્સ

01 June, 2026 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુષ્કા શર્માએ પોતાના વ્હાલા વિરાટનો ડાન્સ કરતો વીડિયો શૂટ કર્યો, તેના ટી-શર્ટના રાઝ પણ ખૂલ્યા તો એક તરફ ઇન્સ્ટાગ્રામ પર પણ ઇમોશનલ પોસ્ટ મૂકી, વિરાટ કોહલી મન મુકીને નાચ્યો તો કુણાલ પંડ્યાએ દીકરા સાથે સરસ ક્ષણો ઉજવી, હાર્દિક પંડ્યાાના પ્રતિભાવની રાહ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા - ઇન્સ્ટાગ્રામ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ રવિવારે રમાયેલી રોમાંચક IPL ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ ઐતિહાસિક જીત બાદ બેંગલુરુના કેમ્પમાં સેલિબ્રેશનનો જોરદાર માહોલ જામ્યો હતો, જેના પડદા પાછળના (BTS) શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

ઢોલના તાલે ઝૂમ્યા વિરાટ અને કુણાલ

RCBએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં ઓલરાઉન્ડર કુણાલ પંડ્યા હાથમાં IPL ટ્રોફી લઈને ઢોલના તાલે જોરદાર ઠુમકા લગાવતો જોવા મળ્યો હતો. થોડી જ વારમાં ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને વિરાટ કોહલી પણ ત્યાં પહોંચી ગયો હતો અને કુણાલ સાથે ભાંગડા કરવા લાગ્યો હતો. બંને દિગ્ગજોને આ રીતે મસ્તીના મૂડમાં નાચતા જોઈને ચાહકો પણ ખુશખુશાલ થઈ ગયા છે.