24 March, 2026 05:01 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના પ્લેયર્સમાં જોવા મળ્યો લૉન્ગ હેરનો ટ્રેન્ડ
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુના કૅપ્ટન રજત પાટીદાર સહિતના કેટલાક પ્લેયર્સ લૉન્ગ હેર રાખીને પ્રૅક્ટિસ કરતા અને ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા છે. રજત પાટીદાર સિવાય કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ અને વેન્કટેશ ઐયર વચ્ચે લૉન્ગ હેરનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જોકે IPL સીઝન દરમ્યાન કાળઝાળ ગરમીમાં આ હેરસ્ટાઇલ સાથે પ્લેયર્સ કેટલા અનુકૂળ રહેશે એના પર સૌની નજર રહેશે.