13 January, 2026 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ પ્રીમિયર લીગ : બૅન્ગલોરની સતત બીજી જીત અને યુપીની સતત બીજી હાર
ગઈ કાલે વિમેન્સ પ્રીમિયર લીગની પાંચમી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ યુપી વૉરિયર્સ (UPW)ને ૯ વિકેટે હરાવીને સતત બીજી જીત મેળવી હતી. યુપીની આ સતત બીજી હાર હતી. યુપીએ ગઈ કાલે પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૩ રન કર્યા હતા. બૅન્ગલોરે માત્ર ૧૨.૧ ઓવરમાં ફક્ત ૧ વિકેટ ગુમાવીને ૧૪૫ રન કરીને મૅચ જીતી લીધી હતી. બૅન્ગલોરની ઓપનર્સ ગ્રેસ હૅરિસ અને સ્મૃતિ માન્ધનાએ ૧૩૭ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી. ગ્રેસે ૪૦ બૉલમાં પાંચ સિક્સ અને ૧૦ ફોર ફટકારીને ૮૫ રન કર્યા હતા. સ્મૃતિએ ૩૨ બૉલમાં ૯ ફોરની મદદથી અણનમ ૪૭ રન કર્યા હતા.
આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. મુંબઈ અત્યાર સુધીમાં બે મૅચમાંથી એક જીત્યું અને એક હાર્યું છે, જ્યારે ગુજરાત બન્ને મૅચ જીત્યું છે. દિલ્હી કૅપિટલ્સ પોતાની બન્ને મૅચ હારી ગયું છે.