રિષભ પંતની લખનઉ માટે આખી સીઝનમાં ઓપનિંગ કરવાની શક્યતા હજી ફિફ્ટી-ફિફ્ટી

03 April, 2026 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે લખનઉ તરફથી પહેલી જ મૅચમાં કૅપ્ટન રિષભ પંતે રેગ્યુલર ઓપનર મિચલ માર્શ સાથે ઓપનિંગ કરવા ઊતરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે ૯ બૉલમાં ૭ રન કરીને તે નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ખરાબ રીતે રનઆઉટ થયો હતો.

રિષભ પંત

બુધવારે લખનઉ તરફથી પહેલી જ મૅચમાં કૅપ્ટન રિષભ પંતે રેગ્યુલર ઓપનર મિચલ માર્શ સાથે ઓપનિંગ કરવા ઊતરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે ૯ બૉલમાં ૭ રન કરીને તે નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ખરાબ રીતે રનઆઉટ થયો હતો. તેણે એઇડન માર્કરમ અને મિચલ માર્શની એક સફળ ઓપનિંગ જોડીને તોડી હતી. આ જોડીએ છેલ્લી સીઝનમાં ૧૪૮.૮૨ના સ્ટ્રાઇક-રેટથી ૪૪૫ રન બનાવ્યા હતા. સામાન્ય રીતે મિડલ-ઑર્ડરમાં બૅટિંગ કરતો રિષભ પંત આખી સીઝનમાં ઓપનિંગ કરશે કે નહીં એનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે તમે મને ટૉપ-ઑર્ડરમાં જ જોશો, જોકે ઓપનિંગ કરતા રહેવાના ચાન્સ ૫૦-૫૦  ટકા છે.

 હું રિષભ પંતને બે હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક મૅચમાં ઓપનિંગ કર. પાવરપ્લેમાં મુક્તપણે રમતો રહે. પાવરપ્લેમાં તને રોકવા બોલર્સ પાસે ઓછી રણનીતિ હોય છે. 
- રવિચન્દ્રન અશ્વિન

Rishabh Pant ravichandran ashwin lucknow super giants IPL 2026 cricket news sports news