09 July, 2025 09:02 AM IST | London | Gujarati Mid-day Correspondent
વિમ્બલ્ડન 2025માં પંતનો સ્ટાઇલિશ લુક
બ્રિટનની પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન વિશ્વભરના પ્લેયર્સને ટેનિસની રસાકસી જોવા દર વર્ષે આમંત્રણ આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સચિન તેન્ડુલકર જેવા ભારતીય સ્ટાર આ ટુર્નામેન્ટમાં સમયાંતરે હાજરી આપી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં ભારતના સ્ટાર વિકેટકીપર-બૅટર અને વર્તમાન ટેસ્ટ-ટીમના વાઇસ-કૅપ્ટન રિષભ પંતની એન્ટ્રી થઈ છે. લૉર્ડ્સમાં આયોજિત ત્રીજી ટેસ્ટ-મૅચ માટે લંડન આવેલો રિષભ પંત વિમ્બલ્ડન 2025માં સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો.
ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર રૉજર ફેડરર સાથે હાથ મિલાવતો જો રૂટ અને દર્શકોનું અભિવાદન ઝીલતો વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારા.
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ બોલર જેમી ઍન્ડરસન, જો રૂટ અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ પણ હાલમાં ટેનિસ સેન્ટર કોર્ટમાં વિમ્બલ્ડનનો રોમાંચ માણ્યો હતો.