✕

રો-કોની ચપળ ફીલ્ડિંગે અપાવી બે સફળતા

05 November, 2026 09:14 AM IST  |  Auckland | Gujarati Mid-day Correspondent

ઑકલૅન્ડ ખાતે બુધવારે ન્યુ ઝીલૅન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતાની ફિટનેસ અને ઉત્કૃષ્ટ ફીલ્ડિંગ-કૌશલ્યનું પ્રદર્શન કરીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપવામાં ટીમ ઇન્ડિયાને સફળતા અપાવી હતી.

વિરાટનો કેચ (ઉપર), રોહિતની ફિલ્ડિંગ

ઑકલૅન્ડ ખાતે બુધવારે ન્યુ ઝીલૅન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતાની ફિટનેસ અને ઉત્કૃષ્ટ ફીલ્ડિંગ-કૌશલ્યનું પ્રદર્શન કરીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપવામાં ટીમ ઇન્ડિયાને સફળતા અપાવી હતી.

અંશુલ કમ્બોજની ૨૯મી ઓવરમાં વિરાટ કોહલીએ સેકન્ડ સ્લિપમાં જમીનથી માત્ર થોડા ઇંચ ઊંચે અદ્ભુત ડાઇવ લગાવીને નૅથન સ્મિથનો નીચો કૅચ પકડી લીધો હતો. આ વિકેટ પડતાં ન્યુ ઝીલૅન્ડનો સ્કોર ૧૧૫ રનમાં ૭ વિકેટ થઈ ગયો હતો. ઑફ સ્ટમ્પની બહાર ફેંકાયેલી ફુલ ડિલિવરી પર સ્મિથે જોરદાર શૉટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં બૅટની કિનારી વાગતાં બૉલ હવામાં ઊછળ્યો હતો. કોહલીએ પોતાની જમણી તરફ ડાઇવ લગાવીને જમીનને અડકે એ પહેલાં બૉલ પકડી લીધો હતો. આ શાનદાર કૅચ પકડ્યા પછી તેણે ‘બો ઍન્ડ ઍરો’ (ધનુષ-બાણ) અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું.

આ અગાઉ બાવીસમી ઓવરમાં રોહિત શર્માની સમયસૂચકતાને પગલે ન્યુ ઝીલૅન્ડની પાંચમી વિકેટ પડી હતી. ડૅરિલ મિચલે અક્ષર પટેલના બૉલને લેગ સાઇડ તરફ ફટકારતાં જ રોહિત 
મિડ-વિકેટ પરથી ઝડપથી આગળ ધસી આવ્યો હતો. બૅટર્સ વચ્ચે દોડવા વિશે સર્જાયેલી ક્ષણિક મૂંઝવણનો ફાયદો ઊઠાવીને તેણે તરત જ બૉલ હાથમાં લઈને ઝડપી થ્રો ફેંક્યો હતો. વિકેટ પાછળ કે. એલ. રાહુલે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બૉલ પકડીને મિચલને રનઆઉટ કર્યો હતો.

team india new zealand virat kohli rohit sharma one day international odi auckland indian cricket team cricket news sports news sports