14 February, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી
રોહિત શર્મા હવે ભારત માટે સૌથી વધુ ચાર વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરનાર કૅપ્ટન બની ગયો છે. આ પહેલાં તે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સાથે ૩-૩ વન-ડે સિરીઝ ક્લીન સ્વીપ કરીને સંયુક્ત રેકૉર્ડ ધરાવતો હતો. તે ચાર અલગ-અલગ ટીમ સામે વન-ડે સિરીઝ ક્લીન સ્વીપ કરનાર પહેલો ભારતીય કૅપ્ટન પણ બન્યો છે. તેણે ૨૦૨૨માં વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુ ઝીલૅન્ડ સામે અને ૨૦૨૩માં શ્રીલંકા સામે પણ વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરનાર ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.