હું વન-ડે વર્લ્ડ કપ 2027 જીતવા માટે મારી સંપૂર્ણ તાકાત લગાવી દઈશ : રોહિત શર્મા

13 February, 2026 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્માએ કહ્યું હતું કે, મારી યુવાનીના સમય પહેલાંથી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ હતી જે દર ચાર વર્ષે યોજાતી હતી

રોહિત શર્માની ફાઇલ તસવીર

ભારતનો અનુભવી ક્રિકેટર રોહિત શર્મા તેની ટ્રોફીની કૅબિનેટમાં વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી ઉમેરવા માટે ઉત્સુક છે. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ હારી ગયેલી ભારતીય ટીમનો કૅપ્ટન હતો. હવે તે એક અનુભવી પ્લેયર તરીકે ૨૦૨૭માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ પર નજર રાખી રહ્યો છે.

T20 વર્લ્ડ કપ 2026ના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રોહિત શર્માએ એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન કહ્યું હતું કે ‘હું ચોક્કસપણે ત્યાં જઈને મારા દેશ માટે વર્લ્ડ કપ જીતવા માગું છું. એ એક એવી વસ્તુ છે જેની હું હંમેશાં રાહ જોતો હોઉં છું. હું ૫૦-૫૦ ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. એ સમયે કોઈ T20 વર્લ્ડ કપ નહોતો, કોઈ IPL નહોતી કે કોઈ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ નહોતી.’

રોહિત શર્માએ વધુમાં કહ્યું હતું કે ‘મારી યુવાનીના સમય પહેલાંથી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ હતી જે દર ચાર વર્ષે યોજાતી હતી. હું ખરેખર એ ટ્રોફી જીતવા માગું છું.  એથી હું સખત મહેનત કરવાનો પ્રયાસ કરીશ અને એ મેળવવા માટે મારી સંપૂર્ણ તાકાત લગાવી દઈશ.’ 

rohit sharma world cup one day international odi indian cricket team team india india cricket news sports sports news