08 December, 2025 12:53 PM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
વન-ડે સિરીઝ જીતનાર ભારતીય ટીમ વિશાખાપટનમમાં પોતાની હોટેલમાં પાછી ફરી ત્યારે સેલિબ્રેશન માટે બે કેક અને એક વાઇનની બૉટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૅચમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીએ વાઇનની બૉટલ ખોલવાની ના પાડી હતી અને યશસ્વી જાયસવાલને કેક-કટિંગ કરવા આગળ કર્યો હતો.
યશસ્વીએ કેક કાપીને પહેલાં વિરાટને ખવડાવી હતી. વિરાટે રોહિત શર્માને કેક ખવડાવવા સંકેત કરતાં યશસ્વી રોહિત પાસે કેકનો ટુકડો લઈને ગયો, પરંતુ ગોળમટોળમાંથી ફિટ બનેલા રોહિત શર્માએ રૂમ તરફ જવાની તૈયારી કરતાં કહ્યું કે ‘નહીં ભાઈ, મૈં મોટા હો જાઉંગા વાપસ.’ રોહિતની આ કમેન્ટથી હોટેલમાં અને ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર ફૅન્સને ભરપૂર મનોરંજન મળ્યું હતું.