✕

તિરુવનંતપુરમમાં ક્રિકેટની ઍક્શન પહેલાં વિરાટ-રોહિત શૂટિંગમાં વ્યસ્ત જોવા મળ્યા

25 September, 2026 09:27 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૨૭ સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે. સિરીઝ પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્રૅક્ટિસને બદલે એક બ્રૅન્ડના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

રોહિત શર્મા અને વિરાટ કોહલી

કેરલમના તિરુવનંતપુરમમાં ૨૭ સપ્ટેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝનો પ્રારંભ થશે. વેસ્ટ ઇન્ડીઝની સ્ક્વૉડ સહિત ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર, કૅપ્ટન શુભમન ગિલ સહિતના મોટા ભાગના ખેલાડીઓ તિરુવનંતપુરમ પહોંચી ગયા છે. 
સિરીઝ માટેના પ્રૅક્ટિસ-સેશન પહેલાં ટીમના સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી કોઈ બ્રૅન્ડના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વિરાટ કોહલી ૧૮ જાન્યુઆરીએ અને રોહિત શર્મા ૨૦ જૂને ભારતમાં છેલ્લી વખત ભારત માટે વન-ડે મૅચ રમ્યો હતો. 

virat kohli rohit sharma team india west indies one day international odi cricket news sports news sports