16 April, 2026 02:25 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના યુવા બોલર રસિખ સલામે ૨૪ રનમાં ૪ વિકેટ લીધી હતી અને વિરાટ કોહલી
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ લખનઉ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટથી હરાવીને કુલ ૮ પૉઇન્ટ અને ૧.૫૦૩ના રનરેટ સાથે રાજસ્થાન રૉયલ્સને પાછળ રાખીને પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરતાં લખનઉ ૨૦ ઓવરમાં માત્ર ૧૪૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ઓપનર મિચલ માર્શે ૪૦, મુકુલ ચૌધરી ૩૯ અને આયુષ બદોનીના ૩૮ રન સિવાય કોઈ બૅટર બૅન્ગલોરના બોલરો સામે ટકી નહોતા શક્યા. કૅપ્ટન રિષભ પંત જોશ હેઝલવુડના બૉલમાં ઇન્જર્ડ થઈને પૅવિલિયન પાછો આવી ગયો હતો. છેલ્લે ફરી મેદાનમાં ઊતરીને તે માત્ર એક જ રન બનાવી શક્યો હતો. બૅન્ગલોર વતી યુવા બોલર રસિખ સલામે ૨૪ રનમાં ૪ તો જૂના જોગી ભુવનેશ્વર કુમારે ૨૭ રનમાં ૩ વિકેટ લીધી હતી. હેઝલવુડને એક અને કૃણાલ પંડ્યાને બે વિકેટ મળી હતી.
|
IPL પૉઇન્ટ્સ ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
|
બૅન્ગલોર |
૫ |
૪ |
૧ |
૦ |
૧.૫૦૩ |
૮ |
|
રાજસ્થાન |
૫ |
૪ |
૧ |
૦ |
૦.૮૮૯ |
૮ |
|
પંજાબ |
૪ |
૨ |
૦ |
૧ |
૦.૭૨૦ |
૭ |
|
હૈદરાબાદ |
૫ |
૨ |
૩ |
૦ |
૦.૫૭૬ |
૪ |
|
દિલ્હી |
૪ |
૨ |
૨ |
૦ |
૦.૩૨૨ |
૪ |
|
ગુજરાત |
૪ |
૨ |
૨ |
૦ |
-૦.૦૨૯ |
૪ |
|
લખનઉ |
૫ |
૨ |
૩ |
૦ |
-૦.૮૦૪ |
૪ |
|
ચેન્નઈ |
૫ |
૨ |
૩ |
૦ |
-૦ .૮૪૬ |
૪ |
|
મુંબઈ |
૪ |
૧ |
૩ |
૦ |
-૦.૭૭૨ |
૨ |
|
કલકત્તા |
૫ |
૦ |
૪ |
૧ |
-૧.૩૮૩ |
૧ |
મુંબઈ સામેની મૅચ દરમ્યાન ઇન્જર્ડ થનાર વિરાટ કોહલી ગઈ કાલે ઇમ્પૅક્ટ ખેલાડી તરીકે ઓપનિંગમાં આવ્યો હતો. વિરાટે ૩૪ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે ૪૯ રન સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. આ સાથે વિરાટે કુલ ૨૨૮ રન સાથે ઑરેન્જ કૅપ પણ મેળવી લીધી છે. વિરાટ ઉપરાંત કૅપ્ટન રજત પાટીદારના ૧૩ બૉલમાં ૨૭ અને જિતેશ શર્માના ૯ બૉલમાં ૨૩ રનની આક્રમક ઇનિંગ્સને લીધે બૅન્ગલોરે ૧૫.૧ ઓવરમાં જ મૅચ પાંચ વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. લખનઉ વતી પ્રિન્સ યાદવે તેનું ફૉર્મ જાળવી રાખતાં ૩ અને આવેશ ખાને બે વિકેટ લીધી હતી.