છેલ્લાં ૮ વર્ષનો સિલસિલો જળવાઈ રહ્યો તો રવિવારે ફરી ચૅમ્પિયન બનશે બૅન્ગલોર

28 May, 2026 02:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૮થી સતત અને ૧૫ સીઝનમાંથી ૧૨ વાર ક્વૉલિફાયર1માં જીતનાર ટીમે જ જીતી છે ટ્રોફી

RCB

મંગળવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને ‌આ સીઝનની નંબર વન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ક્વૉલિફાયર1માં ગુજરાત ટાઇટન્સને હરાવીને ટ્રોફી તેઓ જ જાળવી રાખશે એવું ઑલમોસ્ટ નક્કી કરી લીધું છે. એનું કારણ છે. ૨૦૧૧થી સેમી ફાઇનલને બદલે પ્લેઑફનું ફૉર્મેટ અમલમાં આવ્યું છે ત્યારે અત્યાર સુધીની ૧૫ સીઝનમાંથી ૧૨ વાર ક્વૉલિફાયર1માં જીતનાર ટીમ જ ચૅમ્પિયન બની છે. ૨૦૧૮થી, સતત છેલ્લી ૮ સીઝનથી તો એ જ સિલસિલો જળવાઈ રહ્યો છે.

૨૦૧૧થી અત્યાર સુધી ક્વૉલિફાયર1ની વિજેતા અને ચૅમ્પિયન બનનાર ટીમ પર એક નજર

સીઝન

ક્વૉલિફાયર1માં વિજેતા

ચૅમ્પિયન

૨૦૧૧

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

૨૦૧૨

કોલકાતા નાઇટ રાઇડર્સ

કોલકાતા નાઇટ રાઇડર્સ

૨૦૧૩

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

મુંબઈ ઇન્ડિયન્સ

૨૦૧૪

કોલકાતા નાઇટ રાઇડર્સ

કોલકાતા નાઇટ રાઇડર્સ

૨૦૧૫

મુંબઈ ઇન્ડિયન્સ

મુંબઈ ઇન્ડિયન્સ

૨૦૧૬

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ

સનરાઇઝર્સ હૈદરાબાદ

૨૦૧૭

રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ

મુંબઈ ઇન્ડિયન્સ

૨૦૧૮

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

૨૦૧૯

મુંબઈ ઇન્ડિયન્સ

મુંબઈ ઇન્ડિયન્સ

૨૦૨૦

મુંબઈ ઇન્ડિયન્સ

મુંબઈ ઇન્ડિયન્સ

૨૦૨૧

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

૨૦૨૨

ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સ

૨૦૨૩

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

ચેન્નઈ સુપર ‌‌કિંગ્સ

૨૦૨૪

કોલકાતા નાઇટ રાઇડર્સ

કોલકાતા નાઇટ રાઇડર્સ

૨૦૨૫

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ

માત્ર બે જ વાર ક્વૉલિફાયર1માં હારનાર ટીમ ટ્રોફી જીતી શકી છે, ૨૦૧૩ અને ૨૦૧૭માં એ કમબૅકની કમાલ મુંબઈ ઇન્ડિયન્સ ટીમે કરી હતી.

બૅન્ગલોરને ડર ૨૦૧૬નો એલિમિનેટરમાં રમીને પણ ચૅમ્પિયન બનવાનું માત્ર એક વાર ૨૦૧૬માં બન્યું હતું. ત્યારે બૅન્ગલોરે આ સીઝનની જેમ જ ક્વૉલિફાયર1માં ગુજરાતની જ ટીમને હરાવીને સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ક્વૉલિફાયર2માં પહોંચી હતી અને ત્યાં ગુજરાતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોમાંચક ફાઇનલમાં હૈદરાબાદ ૮ રનથી જીત મેળવીને ચૅમ્પિયન બની ગઈ હતી. બૅન્ગલોરને એવું રિપીટ ન થાય એનો ડર મનમાં જરૂર હશે.

IPL 2026 royal challengers bangalore sports news sports cricket news