સરે ટીમ સાથે બે કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચ માટે કરાર કર્યો સાઈ કિશોરે

09 July, 2025 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે તેના નેતૃત્વમાં આઇડ્રીમ તિરુપુર તમિઝાન્સે અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની ટીમ ડિન્ડીગુલ ડ્રૅગન્સને ૧૧૮ રને હરાવીને પહેલું તામિલનાડુ પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યું હતું.

તામિલનાડુ પ્રીમિયર લીગની ટ્રોફી અને સાથી ફાસ્ટ બોલર ટી. નટરાજન સાથે સ્પિનર સાઈ કિશોર.

ભારતના ડાબા હાથના સ્પિનર ​સાઈ કિશોરે બ્રિટનની કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં બે મૅચ રમવા માટે સરે ટીમ સાથે કરાર કર્યો છે. તામિલનાડુનો ૨૮ વર્ષનો આ સ્પિનર પહેલી વાર કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં રમતો જોવા મળશે. ગયા રવિવારે તેના નેતૃત્વમાં આઇડ્રીમ તિરુપુર તમિઝાન્સે અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની ટીમ ડિન્ડીગુલ ડ્રૅગન્સને ૧૧૮ રને હરાવીને પહેલું તામિલનાડુ પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યું હતું.

ત્રણ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા સાઈ કિશોરનો ફર્સ્ટ-ક્લાસમાં પ્રભાવશાળી રેકૉર્ડ છે. તેણે ૨૩.૫ની ઍવરેજથી ૧૯૨ વિકેટ લીધી છે. ડાબોડી સ્પિનર ​​૨૦૨૨થી IPLમાં ગુજરાત ટાઇટન્સનો પણ ભાગ છે.

t20 international t20 cricket news sports news sports indian cricket team tamil nadu ravichandran ashwin