15 May, 2026 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલિલ અંકોલા
ભારતીય ક્રિકેટ બોર્ડનો ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર અને ક્રિકેટરમાંથી અભિનેતા બનેલો સલિલ અંકોલા ગંભીર ડિપ્રેશનનો સામનો કરી રહ્યો છે. તેને પુણેના એક રીહૅબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. ૧૯૮૯થી ૧૯૯૭ દરમ્યાન ભારત માટે એક ટેસ્ટ-મૅચ અને ૨૦ વન-ડે મૅચ રમનાર આ મીડિયમ ફાસ્ટ બોલર મુંબઈ અને મહારાષ્ટ્રની ડોમેસ્ટિક ટીમનો પણ ભાગ રહ્યો છે.
૫૮ વર્ષના સલિલની પત્ની રિયાએ ખુલાસો કર્યો કે ‘૨૦૨૪માં સલિલની મમ્મીના અવસાન પછી તેને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો અનુભવ થવા લાગ્યો હતો. સલિલ અગાઉ ૨૦૧૨માં કાઉન્સેલિંગ કરાવી ચૂક્યો હતો અને દારૂના વ્યસનને સફળતાપૂર્વક દૂર કરી ચૂક્યો હતો.’