ઓડિશાના બીચ પર વૈભવ માટે સ્પેશ્યલ સૅન્ડ-આર્ટવર્ક

10 February, 2026 12:31 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં ઓપનિંગ બૅટર વૈભવ સૂર્યવંશીએ ૮૦ બૉલમાં રમેલી ઐતિહાસિક ૧૭૫ રનની ઇનિંગ્સ રમી હતી

વૈભવ માટે તૈયાર કરેલું સ્પેશ્યલ સૅન્ડ-આર્ટવર્ક

પ્રસિદ્ધ સૅન્ડ-આર્ટવર્ક આર્ટિસ્ટ સુદર્શન પટનાઇકે અન્ડર-19 વર્લ્ડ કપ 2026ના હીરો વૈભવ સૂર્યવંશી માટે ઓડિશાના પુરીના બીચ પર સ્પેશ્યલ સૅન્ડ-આર્ટવર્ક તૈયાર કર્યું હતું. વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં આ ઓપનિંગ બૅટરે ૮૦ બૉલમાં રમેલી ઐતિહાસિક ૧૭૫ રનની ઇનિંગ્સને ધ્યાનમાં રાખીને આ સૅન્ડ-આર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સૅન્ડ-આર્ટ પર વૈભવ સૂર્યવંશીને યંગેસ્ટ લેજન્ડ ગણાવવામાં આવ્યો હતો.

અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન ક્રિકેટર વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલનું થયું સ્વાગત

અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન ક્રિકેટર વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલ ગઈ કાલે વહેલી પરોઢે ગુજરાત પરત ફર્યા હતા. વર્લ્ડ ચૅમ્પિયન ટીમના આ બે સ્ટારને આવકારવા માટે વહેલી પરોઢે અમદાવાદ ઍરપોર્ટ પર તેમના ફૅમિલી-મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. સૌએ તિરંગો લહેરાવીને તેમ જ ફૂલોથી તેમનું અદકેરું સ્વાગત કરીને વધાવ્યા હતા. ઍરપોર્ટ પર ઉપસ્થિત સૌએ આ બે ઊગતા સિતારાનું ચિયર-અપ કરીને તિરંગો લહેરાવીને તેમ જ ફૂલોના હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. મોડાસામાં તો ખિલન પટેલના સન્માનમાં ક્રિકેટચાહકોએ રોડશો યોજ્યો હતો અને વિશ્વવિજેતાને છાજે એવો આવકાર આપ્યો હતો. વેદાંતનાં મમ્મીએ શુકનની લાપસી બનાવી હતી.

u19 world cup world cup one day international odi india indian cricket team team india cricket news sports sports news