સરફરાઝ ખાનની ટીમે ૨૨૭ રન ફટકારીને ૬૬ રનથી હાર આપી શ્રેયસ ઐયરની ટીમને

10 June, 2026 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં સરફરાઝ ખાનની ટીમ આકાશ ટાઇગર્સ અને સોબો મુંબઈ ફાલ્કન્સ વચ્ચે મેન્સ T20 મુંબઈ લીગની ૧૭મી મૅચ રમાઈ હતી.

સાથી ખેલાડી વચ્ચે આવતાં સરફરાઝ ખાન શાનદાર કૅચ પકડતાં ચૂકી ગયો હતો

ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં સરફરાઝ ખાનની ટીમ આકાશ ટાઇગર્સ અને સોબો મુંબઈ ફાલ્કન્સ વચ્ચે મેન્સ T20 મુંબઈ લીગની ૧૭મી મૅચ રમાઈ હતી. સરફરાઝ ખાનની ટીમે જય બિસ્તાના ૫૭ રન અને અજિત યાદવના ૬૮ રનની મદદથી ૨૨૭-૬નો સ્કોર કર્યો હતો. ટુર્નામેન્ટના ઇતિહાસનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર હતો. સોબો મુંબઈ ફાલ્કન્સ ૧૭.૫ ઓવરમાં ૧૬૧ રને ઑલઆઉટ થઈ હતી.

આ મૅચમાં સરફરાઝ ખાને ઓપનિંગમાં ઊતરીને ૩૧૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. ૧૦ બૉલમાં ૬ ફોર અને એક સિક્સના આધારે ૩૧ રન ઝૂડીને તે કૅચઆઉટ થયો હતો. રનચેઝ સમયે પાંચમા ક્રમે રમવા આવેલાં શ્રેયસ ઐયરે એક સિક્સની મદદથી ૧૦ બૉલમાં ૧૦ રન જ કર્યા હતા. 

shreyas iyer cricket news sports news sports news