✕

માત્ર ૧૫૪ રને ૯ વિકેટ ગુમાવવા છતાં પાકિસ્તાન ઇંગ્લૅન્ડ સામે ૨૪૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને એક વિકેટે જીત્યું

26 October, 2026 04:44 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

શતકવીર શાદાબ ખાન અને હારિસ રઉફે દસમી વિકેટ માટે રેકૉર્ડ ૮૯ રનની ભાગીદારી કરી

બ્રેસ્ટ કૅન્સરની જાગૃતિ માટે પિન્ક જર્સીમાં રમનાર પાકિસ્તાની ખેલાડીઓએ જીતની શાનદાર ઉજવણી કરી હતી.

પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડે સતત ત્રીજી હાર નોંધાવી હતી. ૪૬.૪ ઓવરમાં ૨૪૧ રને ઢેર થનાર ઇંગ્લૅન્ડે ટાર્ગેડ ડિફેન્ડ કરતા સમયે પાકિસ્તાનની ૩૩.૫ ઓવરમાં ૧૫૪ રને ૯ વિકેટ લઈને જીત લગભગ સુનિશ્ચિત કરી લીધી હતી. જોકે શતકવીર શાદાબ ખાન અને હારિસ રઉફે દસમી વિકેટ માટે રેકૉર્ડ ૮૦ બૉલમાં ૮૯ રનની ભાગીદારી કરીને ૪૭.૧ ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર ૨૪૩-૯નો કર્યો હતો.  
ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટે ૧૦ ફોર, બે સિક્સની મદદથી ૧૧૧ બૉલમાં ૧૦૫ રન કર્યા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ૮.૪ ઓવરમાં ૪૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી. અરફાત મિન્હાસ અને રઝાઉલ્લાહને ૨-૨ વિકેટ મળી હતી.
આઠમા ક્રમે રમીને શાદાબ ખાને ૯૬ બૉલમાં ૧૩ ફોર, ૫ સિક્સની મદદથી અણનમ ૧૧૩ રન કર્યા હતા. અગિયારમા ક્રમે રમવા આવેલા ફાસ્ટ બોલર હારિસ રઉફ ૧૯ બૉલમાં ૭ રન કરીને ટકી રહ્યો હતો. બન્ને વચ્ચે થયેલી ૮૯ રનની ભાગીદારી વન-ડે ક્રિકેટમાં રન-ચેઝ દરમ્યાનની સૌથી મોટી દસમી વિકેટની ભાગીદારી હતી. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમી ઓવરટને ૪૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. 

pakistan cricket news sports news sports england