ટેસ્ટ-કૅપ્ટન્સી ગુમાવનાર શાન મસૂદે સદી ફટકારીને પાકિસ્તાનની લાજ બચાવી

28 July, 2026 12:52 PM IST  |  Tarouba | Gujarati Mid-day Correspondent

શાન મસૂદ ત્રણ આંગળીઓ દેખાડીને પોતાની સાતમી ટેસ્ટ-સદીની ઉજવણી કરતો જોવા મળ્યો.

શાન મસૂદ

યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે હાલમાં બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચ રમાઈ રહી છે. વેસ્ટ ઇન્ડીઝે પહેલી ઇનિંગ્સમાં શાઈ હોપના ૯૨ રન અને કાવેમ હૉજના ૮૪ રનની મદદથી ૯૮.૫ ઓવર રમીને ૩૧૧-૧૦નો સ્કોર કર્યો હતો. ગઈ કાલે ત્રીજા દિવસની રમત દરમ્યાન પાકિસ્તાને ૭૦ ઓવરમાં ૨૫૯-૮નો સ્કોર કર્યો હતો. ગઈ કાલે ત્રીજા દિવસની રમત દરમ્યાન પાકિસ્તાને લંચ બ્રેક સુધીમાં ૭૧ ઓવરમાં ૨૬૭/૮નો સ્કોર કર્યો હતો.
પાકિસ્તાનની કૅપ્ટન્સી ગુમાવ્યા બાદ પહેલી જ મૅચમાં શાન મસૂદે સદી ઝૂડીને ટીમની સ્થિતિ સંભાળી હતી. ત્રીજા ક્રમે રમીને તેણે ૧૨ ફોરની મદદથી ૧૮૪ બૉલમાં ૧૦૯ રન કર્યા હતા. કૅપ્ટન તરીકે વાપસી કરનાર બાબર આઝમ ૩૮ બૉલમાં ૨૩ રન જ કરી શક્યો હતો. ઓપનર ઇમામ-ઉલ-હકે ૧૦૨ બૉલમાં ૬૩ રન કર્યા હતા. 

sports news sports cricket news test cricket pakistan west indies