27 November, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે
શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં યોજવા બદલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટીકા કરી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું છે, ‘દરેક ફાઇનલ અમદાવાદમાં યોજવાનો શું અર્થ છે? શું એ પરંપરાગત ક્રિકેટ-સ્થળ રહ્યું છે? મુંબઈ કેમ નહીં? T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે વાનખેડે શ્રેષ્ઠ સ્થળ હશે. ૨૦૧૧ યાદ છે?’
આદિત્ય ઠાકરેએ આગળ લખ્યું છે, ‘અમદાવાદ પહેલેથી જ વર્લ્ડ કપ ફાઇનલનું આયોજન કરી ચૂક્યું છે. આશા છે કે ICC રાજકારણ અને પક્ષપાતમાં સામેલ નહીં થાય. કલકત્તા, ચેન્નઈ અને મોહાલીનાં સ્ટેડિયમ પણ T20 વર્લ્ડ કપ ફાઇનલનું આયોજન કરવા માટે સારાં સ્થળો છે. પક્ષપાતની રાજનીતિને કારણે એમને અન્યાય થઈ રહ્યો છે.’
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ૩ ફાનઇલ અને ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાઈ હતી. મોટી ટુર્નામેન્ટની ફાઇનલ જંગની યજમાનીઓ કરવાને કારણે આ સ્ટેડિયમ હવે ફાઇનલ કૅપિટલ કહેવાવા લાગ્યું છે.