29 January, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિતાંશુ કોટક
ભારતીય ટીમનો નવો બૅટિંગ કોચ સિતાંશુ કોટક ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતના સ્ટાર બૅટર્સને મદદ કરવા માટે ઉત્સુક છે. રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતાં સૌરાષ્ટ્રનો આ ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘મારું કામ એ સમજવાનો છે કે ખેલાડીઓ તેમની રમતનું આયોજન કેવી રીતે કરી રહ્યા છે, તેમના વિચારો શું છે અને આપણે તેમની રમતમાં કેવી રીતે સુધારો કરી શકીએ છીએ. જો હું કોઈ પણ ખેલાડીની રમતમાં બે કે પાંચ ટકા પણ ઉમેરી શકું તો એ ખૂબ મોટી વાત હશે. મને પણ તેમની પાસેથી શીખવા માટે ઘણી બધી બાબતો છે. રમત આ રીતે ચાલે છે, તમારે બીજાના વિચારો સાંભળવા અને શીખવા માટે તૈયાર રહેવું પડશે.’
ભારતના અનુભવી ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે વાત કરતાં સિતાંશુ કહે છે, ‘જો તેઓ (રોહિત અને કોહલી) મને કંઈક પૂછવા માગતા હોય તો કેટલીક બાબતો છે મારા મનમાં. હું તેમની સાથે યોગ્ય સમયે વાત કરીશ. તેમને એવું લાગવું જોઈએ કે તેઓ એના માટે તૈયાર છે.’