03 December, 2025 12:51 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશીએ સદીની શાનદાર ઉજવણી કરી
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની રોમાંચક મૅચ રમાઈ હતી. ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૬૧ બૉલમાં ૭-૭ ફોર અને સિક્સરની મદદથી ૧૦૮ રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૧૭૬-૩ સુધી પહોંચાડ્યો હતો. જોકે મહારાષ્ટ્રના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન પૃથ્વી શૉએ ૩૦ બૉલમાં ૧૧ ફોર અને એક સિક્સરના આધારે ૬૬ રન કરીને ટીમને રનચેઝમાં મદદ કરી હતી. મહારાષ્ટ્રે ૧૯.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૮૨ રન કરીને ૧૭૭ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો.
બિહારના આ ક્રિકેટરે ૧૨ વર્ષ જૂનો આ રેકૉર્ડ તોડ્યો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં ૧૪ વર્ષ ૨૫૦ દિવસની ઉંમરે સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી યંગેસ્ટ ક્રિકેટર બની ગયો છે. આ પહેલાં મહારાષ્ટ્રના વિજય ઝોલે ૧૮ વર્ષ અને ૧૧૮ દિવસની ઉંમરે ૨૦૧૩માં મુંબઈ સામે ૧૦૯ રન બનાવીને આ રેકૉર્ડ કર્યો હતો. વૈભવે ૧૬ T20 ઇનિંગ્સમાં ૩ સદી અને એક ફિફ્ટીના આધારે ૬૪૪ રન કર્યા છે. તેણે ૨૦૯.૭૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૭ ફોર અને ૫૮ સિક્સર પણ ફટકારી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પહેલી ૩ ઇનિંગ્સમાં તે ૧૪, ૧૩ અને પાંચ રનના સ્કોર પર આઉટ થયો હતો.
3
આટલી T20 સદી ફટકારનાર પહેલો ટીનેજ ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી.