સાઉથ આફ્રિકાની જીતથી ન્યુ ઝીલૅન્ડને WTC પૉઇન્ટ્સ-ટેબલમાં થયું નુકસાન

25 October, 2024 09:31 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

બંગલાદેશની ધરતી પર સાત વિકેટે ટેસ્ટ જીતીને સાઉથ આફ્રિકાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) પૉઇન્ટ્સ ટેબલમાં બે ક્રમની છલાંગ લગાવી છે.

ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન ટૉમ લૅથમ

બંગલાદેશની ધરતી પર સાત વિકેટે ટેસ્ટ જીતીને સાઉથ આફ્રિકાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) પૉઇન્ટ્સ ટેબલમાં બે ક્રમની છલાંગ લગાવી છે. બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટ પહેલાં સાઉથ આફ્રિકાની ટીમ ૩૮.૮૯ની પૉઇન્ટ ટકાવારી સાથે છઠ્ઠા નંબરે હતી. હવે એક જીતથી તેમની પૉઇન્ટ ટકાવારી ૪૭.૬૨ થઈ છે અને ટીમ ચોથા ક્રમે પહોંચી ગઈ છે. ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડને એક ક્રમનું નુકસાન થતાં પૉઇન્ટ્સ-ટેબલમાં અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે. યજમાન ટીમ બંગલાદેશ સાતમા ક્રમે જ છે પણ પૉઇન્ટ ટકાવારી ૩૪.૩૮થી ઘટી ૩૦.૫૬ પર આવી ગઈ છે.

WTC 2023-’25માં દરેક ટીમની પૉઇન્ટ ટકાવારી
ભારત    ૬૮.૦૬
ઑસ્ટ્રેલિયા    ૬૨.૫૦ 
શ્રીલંકા    ૫૫.૫૬
સાઉથ આફ્રિકા    ૪૭.૬૨
ન્યુ ઝીલૅન્ડ    ૪૪.૪૪
ઇંગ્લૅન્ડ    ૪૩.૦૬
બંગલાદેશ    ૩૦.૫૬
પાકિસ્તાન    ૨૫.૯૩
વેસ્ટ ઇન્ડીઝ    ૧૮.૫૨

world test championship south africa bangladesh india new zealand england test cricket cricket news sports sports news