04 November, 2025 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉરા વૉલ્વાર્ટ
સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટની ફાઇનલમાં ૧૦૧ રનની ઇનિંગ્સ છતાં તે ટીમને જીત નહોતી અપાવી શકી, પણ તેણે મોટો રેકૉર્ડ પોતાના નામે કરીને ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. વૉલ્વાર્ટે આ વર્લ્ડ કપમાં કુલ ૫૭૧ રન બનાવ્યા હતા જે વર્લ્ડ કપની એક એડિશનમાં બનેલા હાઇએસ્ટ રન છે. તેણે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલિસા હીલીનો ૫૦૯ રનનો રેકૉર્ડ તોડ્યો હતો જે તેણે ૨૦૨૨માં બનાવ્યો હતો. એ ઉપરાંત તેણે હીલીના સેમી ફાઇનલ અને ફાઇનલમાં સેન્ચુરીના કારનામાની પણ બરોબરી કરી હતી.