23 May, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોર અને ગુજરાત વચ્ચે રમાશે ક્વૉલિફાયર 1
ગઈ કાલે હોમ-ટીમ હૈદરાબાદ પંચાવન રને બૅન્ગલોર સામે જીતી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ વ્યક્તિગત ફિફ્ટીના આધારે ૨૫૫-૪નો સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૪ ઓવરમાં ૨૦૦ રન કર્યા હતા.
બૅન્ગલોર અને ગુજરાતની જેમ ૧૮ પૉઇન્ટ હોવા છતાં હૈદરાબાદ ઓછા રન-રેટને કારણે ટૉપ-ટૂમાં સ્થાન મેળવી શક્યું નહોતું. જો ગઈ કાલે હૈદરાબાદે બૅન્ગલોરને ૧૬૬ રનના સ્કોર પહેલાં રોક્યું હોત તો ટૉપ-ટૂમાં હૈદરાબાદની એન્ટ્રી થઈ ગઈ હોત. હવે ૨૬ મેએ ધરમશાલામાં બૅન્ગલોર અને ગુજરાત વચ્ચે ક્વૉલિફાયર-વન રમાશે અને હૈદરાબાદ ૨૭ મેએ મુલ્લાંપુરમાં એલિમિનેટ મૅચ રમશે.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરનાર હૈદરાબાદને ૪ ઓવરમાં ૪૫ રનની ઓપનિંગ ભાગીદારી સાથે સારી શરૂઆત મળી હતી. ટ્રૅવિસ હેડે ૧૬ બૉલમાં ૨૬ રન કર્યા હતા. તેના સાથી ઓપનર અભિષેક શર્માએ ૨૫૪.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૨ બૉલમાં ૪ ફોર અને પાંચ સિક્સની મદદથી ૫૬ રન કર્યા હતા.
ઈશાન કિશને ૪૬ બૉલમાં ૮ ફોર અને ૩ સિક્સની મદદથી ૭૯ રન કર્યા હતા. ચોથા ક્રમે રમીને આ સીઝનમાં હેન્રિક ક્લાસેને છઠ્ઠી ફિફ્ટી નોંધાવી હતી. તેણે ૨૪ બૉલમાં બે ફોર અને પાંચ સિક્સના આધારે ૫૧ રન કર્યા હતા. નીતીશ કુમાર રેડ્ડીએ એક ફોર અને ચાર સિક્સ ફટકારીને ૧૨ બૉલમાં અણનમ ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. બૅન્ગલોરના ફાસ્ટ બોલર રસિક સલામ દારને બે વિકેટ અને સ્પિનર્સ કૃણાલ પંડ્યા-સૂયશ શર્માને ૧-૧ સફળતા મળી હતી.
બૅન્ગલોરે ૪.૩ ઓવરમાં ૬૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે રન-ચેઝની શરૂઆત કરી હતી. ઓપનિંગ કરવા આવેલા વેન્કટેશ ઐયરે ૧૯ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સની મદદથી ૪૪ રન ઝૂડ્યા હતા. વિરાટ કોહલી ૧૧ બૉલમાં ૧૫ રન અને દેવદત્ત પડિક્કલ ૧૪ બૉલમાં ૨૧ રનનું જ યોગદાન આપી શક્યા હતા.
કૅપ્ટન રજત પાટીદારે ૩૯ બૉલમાં ૬ ફોર અને એક સિક્સની મદદથી ૫૬ રન કરીને હારનું અંતર ઘટાડ્યું હતું. કૃણાલ પંડ્યાએ ૩૧ બૉલમાં ૪૧ રન કર્યા હતા. હૈદરાબાદ માટે ઈશાન મલિંગાએ ૩૩ રન આપીને બે વિકેટ લીધી હતી.
|
IPL પૉઇન્ટ્સ ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
|
બૅન્ગલોર |
૧૪ |
૯ |
૪ |
૦ |
+૦.૭૮૩ |
૧૮ |
|
ગુજરાત |
૧૪ |
૯ |
૫ |
૦ |
+૦.૬૯૫ |
૧૮ |
|
હૈદરાબાદ |
૧૪ |
૯ |
૫ |
૦ |
+૦.૫૨૪ |
૧૮ |
|
રાજસ્થાન |
૧૩ |
૭ |
૬ |
૦ |
+૦.૦૮૩ |
૧૪ |
|
પંજાબ |
૧૩ |
૬ |
૬ |
૧ |
+૦.૨૨૭ |
૧૩ |
|
કલકત્તા |
૧૩ |
૬ |
૬ |
૧ |
+૦.૦૧૧ |
૧૩ |
|
ચેન્નઈ |
૧૪ |
૬ |
૮ |
૦ |
-૦.૩૪૫ |
૧૨ |
|
દિલ્હી |
૧૩ |
૬ |
૭ |
૦ |
-૦.૮૭૧ |
૧૨ |
|
મુંબઈ |
૧૩ |
૩ |
૯ |
૦ |
-૦.૫૧૦ |
૮ |
|
લખનઉ |
૧૩ |
૩ |
૯ |
૦ |
-૦.૭૦૨ |
૮ |